નવું ભજન || હરિશ્ચંદ્ર રાજા ને ઘરે આંબલો રે || હરિશ્ચન્દ્ર રાજા નું કીર્તન || Gujarati Kirtan

Sdílet
Vložit
  • čas přidán 21. 04. 2024
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    નવું ભજન || હરિશ્ચંદ્ર રાજા ને ઘરે આંબલો રે || હરિશ્ચન્દ્ર રાજા નું કીર્તન || Gujarati Kirtan
    અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
    / jadavjiofficial
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    Follow us at CZcams :- / jadavjiofficial
    અયોધ્યા નગરી માં રૂડા રાજીયા રે,
    ઈ તો સતવાદી હરિચંદ્ર કહેવાય,હરિચંદ્ર ને વેળા બહુ પડી રે....
    ઉતરાયણનો દિવસ આવીયો રે,
    રાજા ને બારણે વિશ્વામિત્ર આવ્યા રે,
    પ્રભુ શું રે કરું સન્માન.....હરિચંદ્ર ને વેળા
    રાજા સત્યને કારણીયે હું આવીયો રે,
    રાજા આપી દે ને રાજ ને પાટ .....હરિચંદ્ર ને વેળા
    રાજા એ તરત જળ મુકીયા રે,
    રાજાએ સોંપ્યા છે રાજ ને પાટ .....હરિચંદ્ર ને વેળા
    રાજાના આંગણા માં પારસ પીપળો રે,
    પીપળાના ખરી ગયા સહુ પાન .....હરિચંદ્ર ને વેળા
    રાજા અયોધ્યાના પાદરમાં આવિયા રે,
    ત્યાં વેચે પોતાની નાર .....હરિચંદ્ર ને વેળા
    રાણી વેચાણા મજુરીયાની હાટડીએ રે,
    એને કરવા પડ્યા મજૂરીના કામ .....હરિચંદ્ર ને વેળા
    કોઈ વેચે જુવાર કોઈ બાજરો રે,
    રાજા હરિચંદ્ર વેચે એની નાર .....હરિચંદ્ર ને વેળા
    રાજા હરિચંદ્ર વેચાણા ઢોલી ના ઘેરે રે,
    તેને રહેવાનું સમશાન માં .....હરિચંદ્ર ને વેળા
    કુંવર રોહિદાસ વેચાણો માળી ના ઘેર રે,
    એ તો ફૂલવાડી પાવા ને જાય .....હરિચંદ્ર ને વેળા
    ત્યાં તો સાપ બની વિશ્વામિત્ર આવિયા રે,
    એને કરડી ને નાસી જાય .....હરિચંદ્ર ને વેળા
    ત્યાં તો સરવે નિશાળિયા આવિયા રે,
    કોઈ કરો એની માતાને જાણ .....હરિચંદ્ર ને વેળા
    સતી રોતા કકળતા આવિયા રે,
    મારો બાળુડો ખાપણ વિના જાય .....હરિચંદ્ર ને વેળા
    સતીએ અરધા તે ચીર વધેરીયા રે,
    સતીએ અરધા ઓઢ્યા અંગ માંય .....હરિચંદ્ર ને વેળા
    સતી વીણે છાણા ને વીણે લાકડા રે,
    સતી ખડકે બાળુડાની સેજ .....હરિચંદ્ર ને વેળા
    એને નથી મામા કે મોસાળ માં રે,
    એને કોણ દેશે અંગે આગ .....હરિચંદ્ર ને વેળા
    ત્યાંતો ઉત્તર દખણ ની ચડી વાદળી રે,
    ત્યાં તો વરસ્યો છે બારે મેઘ .....હરિચંદ્ર ને વેળા
    સતી અવળું ફરીને ઉભા રહ્યા રે,
    ત્યાં તો આવ્યા સ્મશાન ના રખવાળ .....હરિચંદ્ર ને વેળા
    કહે દાણ વિના નો દઉ બાળવા રે,
    મને દોકડો આપો એક .....હરિચંદ્ર ને વેળા
    દાત પાડી ને રેખું કાઢિયું રે,
    સતીએ ચૂકવ્યા સ્મશાન ના મુલ .....હરિચંદ્ર ને વેળા
    વિશ્વામિત્ર ત્યાં દોડીને આવિયા રે,
    અમે જાણ્યા તમારા સત .....હરિચંદ્ર ને વેળા
    હરિચંદ્ર નું સત જે કોઈ ગાશે રે,
    એના સર્વે દુઃખ ભાગી જાય........હરિચંદ્ર ને વેળા
    --------------------------------------------------------------------------
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #Mahadevkirtan
    #parul_ben_gediya
    #jadavji_official
    #vrajmanekonlaijay
    #kanudo
    #વ્રજમનેકોણલઇજાય
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Mahadev Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe * Mahadev Kirtan * CZcams channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends
  • Hudba

Komentáře • 2