O Dakor Na Thakor | Ranchhodji Bhajan |

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2024
  • Song Name : O Dakor Na Thakor
    Lok Gayak : Naresh Panchal ,Radheshyam Bhagat
    Music : Jinay Soni
    Studio- Sur Utsav Music Studio
    Editor: Smit Oza
    #gujaratibhajan
    #hindubhajan
    #bhajan
    #devotional
    જીવન ઝરમર
    શ્રી કૃષ્ણ ભગવાનના નામ પરથી તેમના માતા-પિતાએ નંદલાલ રાખેલ.ધો.-4સુધી અભ્યાસ નબળી પરિસ્થિતિને લીધે ગામડામાંથી કાલુપુર ભંડેરી પોળમાં આવી રહેવા લાગ્યા.
    થોડા દિવસોમાં રાજનગર મિલમાં નોકરી મળી. તે રાજનગર મિલમાં રામદેવજીનું મંદિર હતું.તેમના પર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ હતો. તેથી દરરોજ દર્શન કરી નોકરીએ જતાં.
    એક દિવસ રામદેવજી સપનામાં આવ્યા. ભક્તિનો નાદ ધર્મનો પ્રચારનો સંકેત આપ્યો. ધીમે-ધીમે ભજન મંડળમાં જઈ ધૂન અને ભજનથી શરૂઆત કરી અને
    સરસ્વતી માતાની દયાથી ભજનો બનાવવા લાગ્યા અને એ ભજનો એવા લોકપ્રિય થયાં તેથી તેમને લોકો ભજન કરવા બોલાવતા હતા.
    ગુજરાત તેમજ બહાર પણ ભજન કરવા જતા. જેથી મિલમાં રજાઓ પડવા લાગી તેથી તેમના સાહેબે કહ્યું, તેમને ભગવાન ઉપર આટલો ભરોસો છે
    તો નોકરી છોડી રાજીનોમું આપી દો. બસ તે જ દવિસથી નોકરી છોડી ભજનનાં એવા રંગમાં રંગાયા અને આશરે 1000 ભજનો બનાવ્યા એ ભજનો
    જેવા કે ઓ ડાકોરના ઠાકોર-ધોળી ધજાઓ ફરકે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ-રાત્રે નિંદ્રા દિવસે કામ- જે ભજનો ગુજરાતના હેમંત ચૌહાણ,
    પ્રફુલ્લભાઇ દવે જેવા કલાકારો ટીવી- કેસેટોમાં ગાવા લાગ્યા. ગુજરાતના ગામડે-ગામડે બહેનો-ભાઈઓના મંડળો એમના બનાવેલ ભજનો ગાવા લાગ્યાં.
    જગતગુરુ સ્વામી શ્રી સચ્ચીદાનંદજી એ એમની સેવા એમની વાણી- એમની પ્રસિધ્ધિ જોઈ ગૌભક્ત શ્રી શંભુ મહારાજની ઉપસ્થિતિમાં સ્વામી-સચ્ચીદાનંદજીએ
    એણને બે પદવી આપી (1) કિર્તન ભૂષણ (2) કિર્તન કેશરી.
    ત્યારબાદ 1950ની સલમા ડાકોર પદયાત્રા સંઘનું આયોજન કરેલ તે સંઘ ગઈસાલ સુધી 50 વર્ષ સુવર્ણ જયંતી ખુબ ધામધૂમથી ઉજવણી કરી હતી એ સંઘની પ્રણાલિકા આજે પણ ચાલુ છે.
    જે સંઘમાં 500 થી 1000 ભક્તો તેમની સાથે જોડાતા.
    તેમણે ક્યારેય પોતાની જીંદગી માટે પોતાના પરિવાર માટે તેમના ભક્તો પાસે કોઈ પણ વસ્તુ માગેલ નથી.
    ત્યારબાદ ટૂંક સમયમાં પંચભૂતથી બનેલું શરીર પ્રભુમાં લીન ગયું આસો સુદ-15 રવિવાર તા.4-9-09 તેઓ બ્રહ્મલીન થયા-જ્યોત જ્યોતમાં મળી ગઈ-વાયુ વાગે
    તેમણે કોલેજ માટે. મંદિરો માટે ગામડે ગામડે ભજનો કરી ફાળો ઉઘરાવી આપેલ બ્રાહ્મણો તથા કથાકારો ની નિસ્વાર્થ સેવા કરેલી. તેમની સેવાની નોંધ લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર દરવાજેથી રેવડી બજાર માર્ગ ને કીર્તન કેસરી શ્રી નંદુ ભગત માર્ગનું નામ આપવામાં આવ્યું
    ભગતજીના સમાચાર સાંભળતા કાલુપુર ભંડેરી પોળ નિવાસ સ્થાને ખુબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી.
    અમદાવાદ ભક્ત સમાજ અને પોળના રહીશો દ્વારા ખુલ્લી વાનમાં બેન્ડવાજા સાથે ભક્ત મંડળીઓ ભજન ગાતા-ગાતા ગુલાબના પુષ્પો વેરતા તેમની અંતિમયાત્રા નીકળી
    ત્યારે ભાઈઓ- બહેનોની આંખોમાં અશ્રુધારા વહેતી હતી.
  • Hudba

Komentáře • 12