લખાણ સાથે🙏બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મહાદેવ બોલી તો જુઓ🙏નવું જ શિવ ભજન🙏Vibha Yashwant Vora

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • નીચે લખેલું છે
    બોલી તો જુઓ તમે બોલી તો જુઓ
    હર હર મહાદેવ તમે બોલી તો જુઓ
    શિવજીની ધૂન મા ડોલી તો જુઓ
    હર હર મહાદેવ તમે બોલી તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂન માં ભગીરથ ડોલીયા
    ગંગાજીને પૃથ્વી પર લાવી તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂન માં રામજી રે ડોલિયા
    રામેશ્વર ની સ્થાપના તમે કરી તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂન માં ગણપતિ રે ડોલિયા
    સર્વ દેવોમાં પ્રથમ પૂજાય તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂન માં પાર્વતીજી ડોલીયા
    જગતની માતા તમે બની તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂન માં ચંદ્રદેવ ડોલીયા
    શિવાજીના ભાલ પર બિરાજી તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધુનમાં માર્કંડ ઋષિ ડોલીયા
    મૃત્યુ પર વિજય તમે મેળવી તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂન મા ડમરુ રે ડોલીયા
    સંગીતના સૂર તમે પૂરી તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂનમાં કુબેરજી ડોલીયા
    લંકા ના માલિક તમે બની તો જુઓ - હર હર મહાદેવ
    શિવજીની ધૂનમાં ભક્તો રે ડોલીયા
    ભજન કીર્તન તમે કરી તો જુઓ - હર હર મહાદેવ
    --------------------------------------------------------------------------------
    લખાણ સાથે🙏બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મહાદેવ બોલી તો જુઓ🙏નવું જ શિવ ભજન🙏Vibha Yashwant Vora
    #lyricalvideo
    #bolitijuvotamebolutojuvoharharmahadevbolitojuvo
    #newshivbhajan
    #vibhayashwantvora
    #લખાણસાથે
    #બોલીતોજૂઓતમેબોલીતોજુઓહરહરમહાદેવબોલીતોજુઓ
    #નવુંજભોલેનાથભજન
    #shivbhakti
    #shivajinubhajan
    #નીચેલખેલુંછે
    #શિવભજન
    #ભોલેનાથભક્તિ
    ----------------------------------------------------------------------------------
    My CZcams Family 🙏🙏
    Jai Shree Krishna 🙏🙏
    Radhe Radhe 🙏🙏🙏
    હું તમને આ વીડીયોમાં ભોલેનાથનું ખૂબ જ સુંદર ભજન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
    લગ્નગીત
    ગુજરાતી ગીત
    ભજનો
    ધૂનો
    ભક્તિપદો
    દેશભક્તિગીતો
    સ્વાગત ગીતો
    હિન્દી ગીતો.
    બાળગીત
    હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
    આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
    Thanks For Watching
    જય શ્રીકૃષ્ણ
    રાધે રાધે

Komentáře • 165