તમે ઉતારો ભવ પાર સીતારામ રામ || સંપૂર્ણ રામાયણ || radhe krishna kirtan || ram kirtan |નીચે લખેલ છે

Sdílet
Vložit
  • čas přidán 22. 10. 2022
  • રામ રામ તમે સૌ ગઢના શ્યામ
    તમે ઉતારો ભવપાર સીતારામ રામ
    શિવ શંકરની સેવા મારે મન મીઠા મેવા
    મારે હરિભજવાના હેવા સીતારામ રામ
    વિશ્વામિત્ર આવ્યા રામ લક્ષ્મણને તેડી ગયા
    દશરથ મનમાં મુંજાણા સીતારામ રામ રામ
    દંડોક વનમાં આવ્યા તારકાનો વદ કીધો
    અહલ્યાનો ઉદ્ધાર કીધો સીતારામ રામરામ
    જનકપુરી માં આવ્યા રાયમે શિવના ધનુષ ભાંગ્યા
    સીતાને પરણી લાવ્યા સીતારામ રામ રામ
    દશરથે એમ જાણ્યું મારા રામને તિલક કરુ
    મારો રામરાજ કરે સીતારામ રામ રામ
    મંથરા રાજભવન માં આવી મથરાય વાત જાણી
    એ તો કઈ કઈ ને સંભળાવી સીતારામ રામ
    દશરથ મોલે આવ્યા કઈ કઈ ને ના જોયા
    કઈ કઈ કાલ ભુવનમાં બેઠા સીતારામ રામ રામ
    દશરથ એમ બોલ્યા કઈ કઈ શા માટે રીસાણા
    તમારે જે જોઈએ તે માગી લીયોને સીતારામ રામ રામ
    કઈ કઈ એમ બોલ્યા મારે બે વચન છે બાકી
    જે માગું તે આપોને સીતારામ રામ રામ
    તમને રામ જાજા વાલા તમે રામ ને રાજ સોઈપા
    તમે રામને વન દિયો સીતારામ રામ રામ
    ભરત ગિયા મોસાળે ભરતને તેડાવો
    ભરત ને રાજ શોપો સીતારામ રામરામ
    દશરથ એમ બોલ્યા કઈ કઈ સોના ચાંદી માગી લેને
    મારા રામને વન નાદે સીતારામ રામ
    રામ લક્ષ્મણ સીતા એને વનના માર્ગ લીધા
    દશરથ ને મૂળચ્છા આવી સીતારામ
    દશરથ ને મૂર્છા આવી એ તો ધરતી પર ઢયળા
    કઈ કઈ ને કલક લાગ્યો સીતારામ રામ રામ
    રામ લક્ષ્મણ સીતા એ ગંગાતિ રે આવ્યા ભિલોને જાણ થઈ
    ભીલએ નાવડી મંગાવી સીતારામ રામ રામ
    રામ લક્ષ્મણ સીતાએ નાવડી માં બેઠા
    કેવટે રામના ચરણ ધોયા સીતા રામ રામ
    ચિત્રકુટીમાં આવ્યા ભાઈ ભરત નો ભેટો થયો
    ભરતને સાકળીએ રાજ સોઇપા સીતારામ રામ રામ
    કનધોટીમા આવ્યા સોનાનું મૃગ જોયો
    સીતાના મન મોયા સીતારામ રામ
    સીતા એમ બોલ્યા મને મૃગ મારી લાવો
    એની મોજડી સીવડાવો સીતારામ રામ
    રામે હાથ ધનુષ લીધા રાવણ ને જાણ થઈ
    સાધુનું સ્વરૂપ લીધું સીતારામ રામ રામ
    સાધુનું સ્વરૂપ લીધું સીતાનું હરણ કીધું
    એ લંકા ગઢ લઈ આવ્યો સીતારામ રામરામ
    મૃગ મારી આવ્યા રામે સીતાને ના જોયા
    મઢુલી સોની લાગી સીતારામ રામ રામ
    પંપા સરોવર આવ્યા શબરીને આશ્રમ આવ્યા
    એના હેઠા બોર આરોગ્યા સીતા રામ રામ
    એઠા બોર આરોગ્ય એને નવતર ભક્તિ કીધી
    એને ભવસાગર ઉતાર્યા સીતારામ રામ રામ
    કિસ્કીંધામાં આવ્યા એને હનુમાન મળ્યા
    હનુમાન નો સાથ લીધો સીતારામ રામ રામ
    વાલી નો વધ કીધો સુગરીને તિલ સોઈપા
    વાનર સેના લીધી સીતારામ રામ રામ
    સમુદ્ર તીરે આવ્યા રામે શિવના પૂજન કીધા
    શિવલિંગ રામેશ્વર કે વાળા સીતારામ રામ રામ
    શિવના પૂજન કીધા સમુદ્રમાં પાર બાંધી
    સીતા ની શોધ કીધી સીતારામ રામ રામ
    ફળ ફૂલ ખાધા અને ઝાડ પાન તોયડા
    લંકા ગઢને બારી સીતારામ રામ રામ
    રાવણનો વદ કીધો વીભિસરણનેે તિલક સોઇપુ
    સીતાને વારી લાવ્યા સીતારામ રામ
    રામ લખમણ સીતાએ પુષ્પ રેમાનમાં આવ્યા
    એ અયોધ્યામાં આવ્યા સીતારામ રામ રામ
    અયોધ્યામાં આવ્યા કઈ કઈ મોતીડે વધાવ્યા
    એને હૈયે હરખ નામાય સીતારામ રામ
    તુલસી રામાયણ ગાય એ ગંગાજીમાં નાય
    એનો વૈકુંઠમાં વાસ થાય એને સ્વર્ગે મળે સ્થાન
    સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ
    #kirtan #gujarati #gujaratibhajan #gujaratikirtan #satsangi_bhajan #શ્રીકૃષ્ણ #radhekrishnabhajan #ગુજરાતીકીર્તન #સંપૂર્ણરામાયણ #રામકીર્તન #Ramayan kirtan#RamSitakirtan#ramkatha
    #ramayan kirtan
  • Hudba

Komentáře • 60