Dr. Manek Patel 'Setu' | Heritagecity | Amdavad | Jalso

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #haritage #amdavad #worldheritage #conversation
    ડૉ. માણેક પટેલ સેતુ વ્યવસાયે દંતચિકિત્સક છે પરંતુ તેમનો અમદાવાદ શહેર માટેનો પ્રેમ કદાચ તેમની પહેલી ઓળખ છે. સવા છસ્સો વર્ષને આરે પહોચેલા અમદાવાદ શહેરની બદલાતી તસવીરને તેમણે શબ્દોમાં ઉતારી છે અને એક દળદાર ગ્રંથ અર્પણ કર્યો છે. આ ગ્રંથનું નામ છે 'અમદાવાદ ગૌરવ ગાથા'. તેઓ લેખક, સંશોધક, નિર્માતા છે. અમદાવાદ શહેર પર અને ગાંધીજી વિષયક તેમના દસેક પુસ્તકો છે. આ સિવાય તેઓ ચારેક દસ્તાવેજી ફિલ્મના નિર્માતા છે. અમદાવાદ શહર માટે અતિશય લગાવ હોવાથી exploring ahmedabad as never before મિશનને લઈને તેમણે અમદાવાદ ફાઉન્ડેશનની સ્થાપના કરી.આવા વરિષ્ઠ સંશોધક સાથેનો આ સંવાદમાં અમદાવાદ વિશેની અજાણી વાતોને સાંભળશો.જામા મસ્જીદ, જૂલતા મિનારા, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ,પોળ વિશેની માહિતી તેમનાં પાસેથી આ સંવાદમાં મળશે.વધુમાં અમદાવાદ શહેરને world heritage city નો દરજ્જો કેવી રીતે મળ્યો અને અમદવાદ વોલ સિટી કહેવાય છે તે રસપ્રદ વાતો સાંભળો આ વિડીઓમાં
    ----------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    -----------------------------------------------------------------------------------------------------
    Follow us on
    Facebook : / jalsomusic
    Instagram : / jalsomusicandpodcastapp
    Download Jalso app : www.jalsomusic.com
    #podcast #interview #jalso
    3:53 અમદાવાદને જાણવામાં રસ કેવી જાગ્યો ?
    12:08 કઈ એવી ઘટનાથી અમદાવાદ પ્રત્યેનું આકર્ષણ વધ્યું ?
    13:40 અમદવાદની કઈ એવી તાસીર ગમી ?
    17:19 સાબરમતી આશ્રમ તમારું પ્રિય સ્થળ છે ?
    17:50 અમદાવાદને કયા વિશેષ કારણોસર યુનેસ્કો દ્વારા world heritage city નું બિરુદ મળ્યું ?
    23:23 આપણને મળેલ બિરુદને આપણે નિભાવી શકયા છીએ ? તેના જતન થાય એ માટે શું કરવું જોઈએ ?
    28:18 અમદાવાદની હદનો વિસ્તાર આશાભીલના ટેકરેથી થાય છે તેનો ઈતિહાસ
    31:44 ભવાઈમાં આવતો ઝંડા ઝૂલણનો વેશ વિશે
    37:20 કર્ણદેવ પછી અમદાવાદનો રુખ કેવી રીતે બદલાયો ?
    42:49 સલ્તન કાળના ખાસ બાંધકામ કયા હતા ?
    43:34 અમદવાદમાં આવેલ ચાંદા - સુરજનો મહેલ
    49:30 તાજમહેલ બનાવવાની પ્રેરણા શાહજહાને અમદવાદમાં થઇ હતી ?
    50:18 સર થોમસ રોએ જહાંગીર પાસેથી વ્યાપાર કરવા માટેનો પરવાનો લીધો હતો એ ઘટના વિશે
    52:15 અમદવાદનું ફતેહ પેલેસ
    56:00 અમદાવાદમાં કાળીગામમાં આવેલો કિલ્લો
    58:38 ગાયકવાડ હવેલી અને રઘુનાથ ગાયકવાડનો શિલાલેખ વિશે
    1:00:00 મરાઠાકાળમાં અમદાવાદની દશા
    1:06:09 ભારત માતાનું પ્રસિદ્ધ ચિત્ર બનાવનાર ચિત્રકાર અમદાવાદવાસી
    1:08:38 ખુશાલચંદ શેઠ - નગરશેઠ વિશેની વાત
    1:12:55 અમદાવાદમાં આર્મેનિયમ, પોર્ટુગીઝ, અને પારસીઓનું આવવું
    1:17:22 અમદાવાદના વિકાસમાં સરદાર પટેલ સાહેબનું યોગદાન
    1:23:15 અમદાવાદનું કયું સ્થાપત્ય તમને અતિપ્રિય છે ?
    1:25:11 અમદાવાદ શહેરનું અત્યારનું સ્વરુપ કેવું લાગે છે ?
    1:28:20 પ્રાચીન દધીચિ ઋષિનો આશ્રમ
    1:31:30 આપણા ભવ્ય વારસાને સાચવવા શું કરવું જોઈએ ?

Komentáře • 3

  • @dilipbhaipanchal8804
    @dilipbhaipanchal8804 Před měsícem

    ખૂબ જ અત્યંત સુંદર ઐતિહાસિક પુરાવા સાથે સંવાદ સાંભળી ઈતિહાસ જાણવા મળ્યો અભિનંદન

  • @dineshtilva
    @dineshtilva Před měsícem

    વાહ, આટલી કોઈ સાહિત્ય કે શંશોધન બાબતે ધીરજ અને લગાવ હોવો એ ખૂબ મોટી વાત કહેવાય. ડો. માણેકને ખૂબ ખૂબ અભિનંદન

  • @kavijimsvargunjan6911
    @kavijimsvargunjan6911 Před měsícem

    અતિસુંદર કાર્ય માટે વંદન વત્તા અભિનંદન...