🌺 કેવો છે કળિયુગ ભારે મારા રામજી 🌺(લખેલું છે)મંજુબેન

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • હા રે આ તો કેવો છે કળિયુગ
    ભારે મારા રામજી...
    બદલાઈ છે કળિયુગ ની નારીઓ
    હા રે પહેલા નારીને નારાયણી કહેતા સંસારમાં બદલાય છે કળિયુગની નારીઓ
    હા રે રોજ ઉઠે છે મોડી મોડી ઘરમાં
    મારે એનો જીવ નથી એના વરમાં
    હા રે એતો સાહેલી ને લઈને ચાલી બજારમાં
    બદલાય છે કળિયુગની નારીઓ
    હા રે એના બાળકોનું ધ્યાન નથી રાખતી
    હા રે એતો બજારથી મોડી ઘેર આવતી
    હા રે રોજ પાણીપુરી ખાવા જાય બજારમાં
    બદલાય ગઈ કળિયુગની નારીઓ
    હા રે ને સાસુ ને સસરા નથી ગમતા
    હા રે જોર આવે છે ઘર કામ કરતા
    હા રે એતો રોજ રોજ ઝઘડા કરતી ઘરમાં
    બદલાઈ ગઈ કળિયુગની નારીઓ
    હા રે રોજ પીઝા ને બર્ગર ખાતી
    હા રે એને ઘરનું ખાવાનું ના ભાવતું
    હા રે એને હોટલ નું જમવાનું ભાવે સંસારમાં
    બદલાઈ ગઈ કળિયુગની નારીઓ
    હા રે એને મંદિર જવાનું નથી ગમતું
    હા રે આખો દિવસ મોબાઇલમાં કાઢતી
    હારે તો હરવા ફરવા માં રાજી રે સંસારમાં
    બદલાઈ ગઈ કળિયુગની નારીઓ
    હા રે એતો સાડીઓના સેલમાં દૌડતી
    હા રે એના પતિને પૂછવા ના રહેતી
    હા રે એતો પૈસાનું પાણી કરતી સંસારમાં
    બદલાઈ ગઈ કળિયુગની નારીઓ
    હા રે નારી શક્તિનું રૂપ કહેવાય છે
    હા રે તેથી નારી નારાયણ બોલાય છે
    હારે તેથી શક્તિના રૂપમાં રહેજો સંસારમાં
    ભૂલશો ના આજની નારીઓ
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Komentáře • 84