NAMO YOGISHWARAM - MAHAYOGISHWARAM ( Shree Kalapurna suriji song)

Sdílet
Vložit
  • čas přidán 25. 11. 2022
  • || શ્રી કલાપૂર્ણમ્ શાસનશૌર્ય પરિવાર||
    NAMO YOGISHWARAM - MAHAYOGISHWARAM
    નમો યોગીશ્વરમ્ - મહાયોગીશ્વરમ્
    SONG :- NAMO YOGISHWARAM
    LYRICS:- Shree kalapurnam Shashanshaurya parivar
    SINGER :- Sani shah
    MUSIC :- HARDIK PASAD
    VIDEO CREATOR :- PARAMESHVAR STUDIO
    || શ્રી ગૌતમસ્વામીને નમઃ ||
    ||કલાપૂર્ણોસ્તુ મંગલમ્||
    SONG :-
    યોગ સિદ્ધિઅવસ્થા
    LYRICS : શ્રી કલાપૂર્ણમ્ શાસનશૌર્ય પરિવાર
    રાગ : ~ નમામિ નેમિ
    यो गुरुः सर्वभक्तेषु प्रभुरूपेण संस्थितः
    कलापूर्णाय पूर्णाय गुणैस्तस्मै नमो नमः
    જિનશાસન ના ગગન મંડલમાં સોળે કળાએ છાયા
    કલાપૂર્ણના નામે ગુરુવર અજાતશત્રુ કહાયા,
    પ્રભુપ્રીત માં રંગાયા મન માં નહિ મદ માયા,
    ગુરુની રહી શુભ છાયા પાયા યોગસિદ્ધિ ને...
    નમો યોગીશ્વરં મહાયોગીશ્વરં હૃદયમાં જે ધરે સદા પરમેશ્વરં... 1
    મીતનિંદ્રા મીતવાક્યો મીતઆહાર-પાણી,પદ્મ જેવો શ્વાસ જેનો મૃદુ પાદ - પાણી
    હિતનો ઉપદેશ જાણે પ્રેમ સરવાણી
    ક્રોધી - માની વૈરીને પણ પ્રિત બંધાણી ,યોગસિદ્ધિની નિશાની ગ્રંથો મહી લખાણી
    ગુરુદેવમાં પિછાણી જાણી લોકોએ ઘણી...... નમો... 2
    અભયના દાતાર પાસે દિક્ષા જે જે ધારે, શિષ્ય કે પ્રશિષ્ય કેરા કાળભય ને વારે
    રાહબર જે મુક્તિપથ ના ભીમભવવનમાં , એકતા ને મૈત્રી સ્થાપી સર્વમુનિગણ માં
    ભૂલ્યા નહિ ઉપગારી , ધરી કોષ્ઠબુદ્ધિ સારી ,
    પ્રભુભક્તિને વધારી , વારી સ્વાર્થવૃત્તિ ને.... નમો... 3
    પૂજ્યશ્રી ના પગલે પગલે સંઘ મંગલ થાય, નિશ્રા તો સહુ કોઈ ઝંખે સંઘ ને સમુદાય
    ગુરુવર નો નામ મંત્ર વિઘ્નો ને ટાળે, ચિંતાને પણ વચન બળથી સિદ્ધિ માં ઢાળે
    પ્રસંગો થાય સવાયા , સહુ લોકો માં ગવાયા,
    તો પણ નહિ હરખાયા , કરી કૃપા ને ધુરિ.... નમો.. 4
    યોગ સાર , જ્ઞાન સાર , પ્રભુ તાર હો તાર,તત્વજ્ઞાન પ્રવેશિકાને લખ્યુ ધ્યાનવિચાર
    પંન્યાસજી મહારાજ વચનો હૃદયમાં ધારી,બીજ બુદ્ધિથી લખાયું ખૂબ વિસ્તારી
    કહે ભદ્રંકર મહારાયા ગણધાર થશે સૂરિરાયા
    એમ સાંભળી ગુરૂરાયા ગાવું હર્ષે હરઘડી... નમો...5

Komentáře •