🪔🌺ગામનાં ગપાટા છોડી ભજનમાં આવો 🪔🌺🙏 (લખેલું છે)🙏🌋🧨🎆

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • તમે ગામ ગપાટા છોડી ભજનમાં આવો (૨)
    ઘડી બે ઘડી સત્સંગ કરવા આવે તેને લાવજો
    તમે હરિ ભજનમાં આવજો
    તમે ગામ ગપાટા છોડી ભજનમાં આવજો
    બાળપણું રમવામાં ખોયુ
    યુવાની માં મનડું મોહ્યું
    ઘડપણમાં શું ગોવિંદ ભજશો
    મનને હવે સમજાવજો
    તમે હરિ ભજનમાં આવજો
    તમે ગામ ગપાટા છોડી ભજનમાં આવજો
    કાયા નું આ દેવળ કાચું
    બાંધી લે ભક્તિ નું ભાથું
    ચોર્યાસી ના ચક્કર માંથી આતમને ઉગારજો
    તમે હરિ ભજનમાં આવજો
    તમે ગામ ગપાટા છોડી ભજનમાં આવજો
    પાછળથી પસ્તાવો થાશે
    મનની તો મનમાં રહી જાશે
    દેવતણા દરબારે જઈને
    મોઢું શું બતાવશો
    તમે હરિ ભજનમાં આવજો
    તમે ગામ ગપાટા છોડી ભજનમાં આવજો
    ઘડી બે ઘડી સત્સંગ કરવા
    આવે તેને સાથે લાવો
    તમે હરિ ભજનમાં આવજો
    🪔🪔🪔🪔🙏💐💐🙏🪔🪔🪔🪔
    #ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #krishna #ગરબા #ગુજરાતી #lagangeet #trending #gujaratibhajan #કીર્તન #radhakrishna #radheradhe #radha

Komentáře • 37