સાંવરિયો રે મારો સાંવરિયો..કવિ રમેશ પારેખ_Savariyo re maro savariyo

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • This Video created for Educational purpose.
    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
    મને પૂછો કે ઘર મારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું
    કોઈ હીરા જુવે તો કોઈ મોતી
    મારી આંખો તો છેલજીને જોતી
    જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
    મારા વાલમનું નામ મારું નાણું
    મારા મનનું ગુલાલ જેવું ગાણું
    જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
    - રમેશ પારેખ
    પ્રીતમના પ્રેમથી અભિભૂત થયેલ પ્રિયતમાનું પોતાના વ્હાલમના વ્હાલનું હૃદયસ્પર્શી વર્ણન છે.પિયુ ના પ્રેમમાં ઓળઘોળ થયેલ પ્રિયા સ્વર્ગના સુખનો અનુભવ કરી રહી છે. પ્રેમની પરાકાષ્ટાની અનુભૂતિ થતા તે આસમાનમાં ઉડી રહી છે.
    પોતાના સાંવરિયો તેને પ્રેમમાં પાગલ કરી દે છે અને પ્રેમાનંદમાં રસતરબોળ પ્રેમિકા કહે છે કે મારો સાંવરિયો તો હું ખોબો માંગુ ને મને અખૂટ દરિયા જેટલો પ્રેમ દઈ દે છે. સોળ વર્ષની મુગ્ધાવસ્થામાં દરેક સ્ત્રી પુરુષ પહેલા પ્રેમમાં પડે છે ત્યારે બધા જ આ પ્રેમના સ્પંદન અનુભવે છે ખરું ને? વહાલાંનો પ્રેમ તેને સાતમા આસમાનમાં પહોંચાડી દે છે પ્રેમ રૂપી અત્તરથી તે લથબથ ભીંજાઈ જાય છે.
    તેને જીવતર ગુલાબી ગુલાલ જેવું લાગે છે ને વ્હાલમ જ સર્વશ્રેષ્ઠ નાણું લાગે છે.હૃદયમાં પ્રેમના ટહુકાથી તેનું રોમ રોમ નાચી ઉઠે છે.તેની દુનિયા પિયુથી શરુ થઈ પિયુ સાથે જ પુરી થાય છે અને એટલે જ એનું ઘર પણ તેને વ્હાલમની બાથ ભરે તેટલું લાગે છે. છબીલા ,બાવરિયાં સાથે ગાળેલી રોમાંચિત ઉન્માદ ભરી રાતોથી એની આંખો લાલ થઈ જાય છે.આ ગીત બધાનું ગમતું છે કારણ પ્રથમ પ્રેમમાં સાંવરિયો બધાને આવો જ લાગે છે પણ તેનું આબેહૂબ વર્ણન તો રમેશભાઈ જેવા કોઈ શ્રેષ્ઠ કવિ જ કરાવી શકે.
    હવે જરા આપણે તેના ગૂઢાર્થ પર નજર કરી એ તો આ ગીત સાંવરા એટલે શામળિયા શ્રી કૃષ્ણ ને સંબોધીને કવિએ વ્હાલથી સજાવ્યું છે.કૃષ્ણપ્રેમની પ્રતીતિ અલૌકિક છે. કવિ કૃષ્ણપ્રેમનું દર્શન કરાવતા ગદગદિત થઈ જાય છે ને સાચું જ કહે છે કે હું તો મારા સાંવરા સલોના પાસે ખોબો માંગુ છું ને તે તો દરિયા જેટલું અધધ આપી દે છે.
    સાચેજ સૃષ્ટિનું સર્જન કરીને સર્જનહારે આપણને શું નથી આપ્યું? ચાંદ,સુરજ ને તારા ભરેલ આસમાન ,રંગબેરંગી ફૂલ ફળથી ભરપુર વૃક્ષો અને હરિયાળા પર્વતોની હારમાળા ,લહેરાતો સાગર ને કલરવ કરતા પક્ષીઓ , માતાપિતા , ભાઈબહેન, મિત્રો ને પ્રિયતમ નો અખૂટ પ્રેમ।
    સાંવરિયાના પ્રેમમાં ભીજાયેલ કવિ અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે.કૃષ્ણ તો આમ પણ નિરાળો છે. એકવાર તમે એને તમારું સર્વસ્વ સોંપી દીધું પછી તમે તેનામાં જ સમાઈ જાવ છો.
    કૃષ્ણના વ્હાલમાં રાધા ,મીરા,નરસિંહ,સુરદાસ,ગોપીઓ અને આખું ગોકુલ, કોણ ઘેલું નથી થયું? કવિ કહે છે તેના પ્રેમ રૂપી અત્તર નું એક ટીપું જ અંતરમાં પડતા જ ચારે કોઠે દિવા પ્રગટી જાય છે. જીવ પરમસુખનો- પરમ-આનંદનો અનુભવ કરે છે.આ આનંદ વર્ષાની હેલીથી લથબથ ભીંજાઈ જવાય છે.
    અહીં આત્મા ને પરમાત્મા સાથેના પરમ મિલનની વાત છે.કૃષ્ણ નામરૂપી નાણું મળે પછી કોઈ ધનની જરૂર નથી રહેતી. એટલે જ તો મીરાંએ ગાયું “પાયોજી મૈને રામરતન ધન પાયો” અને આ નાણું મળ્યા પછી જીવતર ધન્ય થઈ જાય છે. જીવન મેઘધનુષ્યના રંગોથી રંગાઈ જાય છે.ખાલી હૃદયમાં જયારે તેના પ્રેમના પ્રાગટ્યનો ટહુકો થાય છે ત્યારે આખી કાયનાત આપણામાં સમાઈ ગઈ હોય તેમ લાગે છે તેનું શબ્દો દ્વારા વર્ણન કરવું મુશ્કેલ છે.
    “કોઈ પૂછે કે ઘર તારું કેવડું ? મારા વ્હાલમજી બાથ ભરે એવડું “ અહીં કવિની કલ્પના આસમાનને આંબી જાય છે. સાંવરાની બાથમાં તો આખા બ્રહ્માંડ નો સમાવેશ થયો છે એટલે સમસ્ત સૃષ્ટિ એક કુટુંબ થઈ ગયું. આતો થઈ “વસુધૈવ કુટુંમ્બક્મ “ની વાત , કેવી અદભુત કલ્પના ! જયારે જગતના સર્વે લોકો આપણા જ થઈ જાય તો સર્વત્ર પ્રેમ પ્રેમ જ રહે.આમ સહજ રીતે વેદ ને ઉપનિષદ ની ભાષા સમજાવી દીધી છે.
    પ્રેરણા અને માર્ગદર્શન : ડૉ. અંજના એસ. મોદી
    CREATE BY VASANT TERAIYA 9687150200

Komentáře • 1K

  • @mahendraparmar4986
    @mahendraparmar4986 Před 2 lety +228

    હુ પ્રાથના કરુ કે મને અને મારી આવતી પેઢી ને ગુજરાત મા જ જન્મ અપાવે....મને ગર્વ છે મારી ગુજરાતી ભાષા પર,,,ગુજરાતી ગીતો અને સાહિત્ય કારો પર...ભજનીકો અને ઇતિહાસ કારો પર જેને આ કલયુગ મા પણ ગુજરાત ની બધી જ સંસ્કૃતી જીવિત રાખી....

  • @ajaysolanki2807
    @ajaysolanki2807 Před 3 lety +43

    હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો , ખૂબ જ સુંદર રચના ,જો દરેક પતિ -પત્ની એક બીજાને સમજે ,એક બીજાની ઈચ્છાનું નું માન રાખે ,એક બીજાને માન સમ્માન આપે , એક બીજાની લાગણી ને સમજે તો જીવન રૂપી આ નૈયા ભવસાગર પાર થઈ જાય . રમેશ પારેખની આ રચના દરેક યુગલે અચૂક સાંભળવી જોઈએ ,રમેશ પારેખે ખૂબ જ સુંદર રીતે એક સ્ત્રી પુરુષ વચ્ચેના પવિત્ર સંબંધ ને આ રચના દ્વારા લોકો સુધી પહોંચાડ્યું છે. મને મારા ગુજરાતી હોવા પર ગર્વ છે, અને ગર્વ છે આ સુંદર રચના પર . ખૂબ જ સુંદર .

    • @bkparmar4936
      @bkparmar4936 Před 2 lety +1

      Right dear💕💕💕

    • @neelamkharade
      @neelamkharade Před rokem +1

      ❤️

    • @jadavbhaivora2861
      @jadavbhaivora2861 Před rokem

      અદ્ભૂત રચના અને ગાયકી બન્ને

    • @kgirishjadav7598
      @kgirishjadav7598 Před měsícem

      રચના તો સુંદર છે જ પણ તમે જે ભેદ બતાવ્યો તે પણ અદભુત છે સલામ તમારી વિચાર સરણી ને.

  • @vaibhaviparekh1316
    @vaibhaviparekh1316 Před 4 lety +59

    અદ્ભુત અપ્રતિમ !!
    પરિશુદ્ધ પ્રેમ ની પરિભાષા એટલે "સાવરિયો ...."

  • @makwanavijay370
    @makwanavijay370 Před 8 měsíci +18

    સોનાલી વાજપાઈ નો અવાજ બહુ મસ્ત છે કેટલું મધુર લાગે છે

  • @jaygokani27
    @jaygokani27 Před 4 lety +145

    વાહ મારા વ્હાલા સાંવરિયા જેવા શ્રી રમેશભાઈ પારેખ તમારી આ અદભૂત રચનાને નત મસ્તક વંદન....

  • @bhavin1230
    @bhavin1230 Před 2 lety +19

    ખુબ જ અદભુત રચનાઓ નો સમન્વય એટલે જ ગુજરાતી સાહિત્ય સરિતા.મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું.

  • @kp18192
    @kp18192 Před 2 lety +9

    વાહ રમેશ પારેખ સાહેબ વાહ....તમે હજી તમારી શ્રેષ્ઠ રચનાઓમાં જીવિત છો અને રહેશો..

  • @mramani4829
    @mramani4829 Před 3 měsíci +6

    ગર્વ છે કે હું ગુજરાતી છું. અદભુત

  • @sjagdishsolanki1326
    @sjagdishsolanki1326 Před rokem +19

    ખરેખર એક તો આપણા આ કવિ નો ભાવ અને એમાંય આ સોનાલી જી નો અદ્ભુત અવાજ
    અંતરાત્માને ઝંઝોળી નાખે.

  • @nakumnatvar5210
    @nakumnatvar5210 Před 2 lety +33

    વખાણ માટે કોઈ શબ્દો મળતા નથી
    ૧૦૦ વખત સાંભળો તો પણ એવું ને એવું તાજુ લાગે

  • @asharaval1457
    @asharaval1457 Před rokem +7

    મારું હંમેશનું વહાલું ગીત અદ્ભુત શબ્દ રચના ખૂબ ખૂબ આભાર કવીશ્વર રમેશ પરિખ 🙏🙏

  • @vikramsinhchavda7937
    @vikramsinhchavda7937 Před rokem +10

    કવિ શ્રી રમેશ પારેખ ને વંદન 🙏આવી સ્વર રચના ઊંચાઈ સભળ ચારિત્ર્ય વગર નસીબ નથી થતી !આપની આ સ્થિતિ ને વંદન.

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 Před 6 měsíci +1

      Kitni Adbhut comment ki hai aapne...Aap ki soch aur Dil dono...🙏🏻🌺🌺🌺🪔

  • @sonalshah9339
    @sonalshah9339 Před 2 lety +9

    મારા ખુબ જ પ્રિય કવિ ની રચના સાંભળી ભાવવિભોર થઈ. કવિશ્રી સાથે ના સ્મરણો તાજા થયા.
    રચના ઓ દ્વારા આપ આજ પણ જીવંત છો.

  • @rampatel4436
    @rampatel4436 Před 3 lety +20

    ગર્વ થી કહો હું ગુજરાતી છું.

  • @amitbaria7289
    @amitbaria7289 Před 5 lety +95

    આ છે આપણા ગુજરાતીસાહિત્યનુ ગૌરવ...જય જય ગરવી ગુજરાત..

  • @bhavinnagar3059
    @bhavinnagar3059 Před 4 lety +10

    કોઈ પૂછે કે ઘર તારું કેવડું ? જવાબ પણ અદભૂત... પ્રેમની એક અલગ પરિભાષા.

  • @vipulparmar1160
    @vipulparmar1160 Před 5 lety +140

    પ્રેમ ની પરાકાષ્ટએ છે આ ગીત ,
    માનવ મન ને તરબતર કરતી લાગણી ની અદભુત સંરચના ,ધન્યવાદ રમેશભાઈ

  • @marmikmehta7749
    @marmikmehta7749 Před 10 měsíci +5

    ગુજરાતી સુગમ સંગીત ની અમૂલ્ય રચના પૈકી ની એક જે વારંવાર સાંભળવી ગમે, વાહ

  • @anandvaghela8455
    @anandvaghela8455 Před rokem +11

    સાક્ષાત્ સરસ્વતી નો કંઠ છે❤

  • @anillakhani1261
    @anillakhani1261 Před 3 lety +10

    "હુ તો ખોબો માંગુને દઈ દે દરીયો" ખુબજ સરસ અને સમજવા જેવી લાઇન👌

  • @patelrajesh1738
    @patelrajesh1738 Před rokem +7

    ભગવાન પાસે જેટલું માંગીયે તેનાથી તે વધારે જ આપે છે... અને વગર માગ્યે તો દરિયા જેટલું આપે છે... જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏💐💐💐

  • @RSolanki-ri4fl
    @RSolanki-ri4fl Před 9 měsíci +2

    ગુજરાતી છે હું

  • @bhairavsinhjiraol1543
    @bhairavsinhjiraol1543 Před 4 lety +5

    ગુજરાતી સાહિત્ય ની કવિશ્રી રમેશ પારેખની સાંવરિયા માટે સ્ત્રી ના હ્રદય ની લાગણી ની અભિવ્યક્તિ કરતી સુંદર કાવ્ય રચના.

  • @morpichchh-7490
    @morpichchh-7490 Před 4 lety +24

    કદાચ ગુજ્રરાત નુ સૌથી વધુ ગવાયેલુ અને સૌથી વધુ સંભળાયેલુ ગીત. રમેશ પારેખ નિ જાદુઇ રચના.
    આટલી સરસ રચના બહુ ભાગ્યે જ જોવા મળે.
    એમાય સોનાલી વાજપાયી નો સુર એટ્લે સોના મા સુગંધ ભળી જાણે.

  • @tejalpatel7655
    @tejalpatel7655 Před 2 lety +29

    બહુ જ સુંદર અવાજ છે આ ગીત ના શબ્દે શબ્દે તણાઈ જવાય છે..!! 😍

  • @makinglove726
    @makinglove726 Před 3 lety +13

    સોનાલી નો આવાજ ખુબ મીઠો છે આ અદભુત રચના બીજા કોઇના અવાજમાં આપણે સાંભળીએ તો નહીં મજા આવે એકદમ બંધ બેસતો અવાજ છે

  • @rahulkuber25
    @rahulkuber25 Před 4 lety +41

    ગીત માટે કોઈ શબ્દ નથી અવાજ પણ જોરદાર ધન્ય છે રમેશ ભાઈ
    ગીત સાંભળી ત્યારે કયક અલગજ ફીલ ધાય છે પાછલા જન્મ નું કાયક યાદ આવતું હોય એવું લાગે😥😥😥

    • @pragnayadav
      @pragnayadav Před 4 lety

      Sachi vat..same feeling..

    • @chandrikachaudhari4871
      @chandrikachaudhari4871 Před 4 lety +1

      Nice

    • @shaktimehriya6898
      @shaktimehriya6898 Před 4 lety +3

      Mane pan evu j thay ss

    • @bhavinranpura1645
      @bhavinranpura1645 Před 3 lety +2

      100 % sachi vaat, mane pan Avu j thay chhe. Kaik avu thay ke pachhla janamma koi rani A mahelna ordama kato pani vagarni Vav ma gayu hashe hase.

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 Před 6 měsíci +1

      Aap ne Dil ki khubsurti Bhari feeling ko shabdo me dhal diya hai....!!🙏🏻🌺🌺🤔

  • @kalpeshsinhgohilofficial5902

    દરરોજ દિવસમાં એકવાર સાંભળું છું, આ ઘટના આમ અંદાજે 18 મહિનાથી ચાલી આવે છે. દરરોજ જ્યારે સાંભળું ત્યારે માઈન્ડ ફ્રેશ થઈ જાય અને કંઈક નવી જ ફીલિંગ આવે છે....
    અદ્ભૂત રચના અને સ્વર પણ અદ્ભૂત...
    😍🤗

    • @proud2Bgujarati.vasantteraiya
      @proud2Bgujarati.vasantteraiya  Před 4 lety +4

      આભાર.....મીરા અને કૃષ્ણની અનુભૂતિ થાય છે

    • @kiritbhaimachhi8617
      @kiritbhaimachhi8617 Před 2 lety +2

      એકદમ સાચી વાત કરી છે આજે પણ જયારે આ ભજન સાભરુ ત્યારે મન એક દમ શાંત થઇ જાય છે. જય જગન્નાથ. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @parvatimartoliya1886
      @parvatimartoliya1886 Před rokem

      I ❤ gujarati song i ❤gujrat ❤

  • @Rikkraj0588
    @Rikkraj0588 Před 4 lety +6

    જ્યારે પણ સાંભરુ ત્યારે ઉન્ડી યાદો મા ખોવાઇ જવાનુ મન થાય છે રુવાટા ઉભા થઇ ગ્યા મીત્ર

  • @surendraratnu6692
    @surendraratnu6692 Před 3 lety +6

    હે પ્રભુ હે નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ

  • @v.spatel8778
    @v.spatel8778 Před 6 lety +328

    હું તો વારી જાઉં મારા બધા ગુજરાતી સાહિત્ય ને સુંદર અપ્રતિમ ગઝલો અને કાવ્યો ની સરિતા પર... બહુજ બહુજ સરસ ને સુંદર છે...એ માટે શબ્દો ઓછા પડે..😍😘

  • @HVSoni-t8k
    @HVSoni-t8k Před 29 dny +2

    New Gujarati poem
    Very good

  • @chiragbhavsar2641
    @chiragbhavsar2641 Před 7 lety +14

    કવિ રમેશ પારેખ ની અેક અદભૂત રચના...સુંદર અવાજ...

  • @devanshidesai4435
    @devanshidesai4435 Před 3 lety +3

    વાહ શુ શબ્દો છે ખૂબ સુંદર સ્વરાંકન અને ગાયિકી મારી ગુજરાતી ભાષા મારા હાથમાં

  • @vipulwaghela6566
    @vipulwaghela6566 Před 5 lety +28

    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
    mast chhe aavaj.... super singer...very nice...

  • @kajalvpatel
    @kajalvpatel Před 2 lety +5

    Apritam, Ajod shabdo pan ocha pade

  • @damayantibenrathod8520
    @damayantibenrathod8520 Před 7 měsíci +1

    મારો વહાલો સાંવરિયો કાનુડો...❤❤ મારું ગુજરાત , હું ગુજરાતી,મારી માતૃભાષા અને ગુજરાતી ગીતો... એ સૌને હુ ખૂબજ માનસન્માન આપુ છું, એ સૌને હુ ખૂબજ પ્રેમ કરુ છુ. હે મારા વ્હાલા સાંવરિયા આવતો જન્મ મને દ્વારકાની પવિત્ર નગરીમાં જન્મ અપાવજે. જય હો મારા સાવરિયાની...❤❤❤❤❤

  • @vipullakhani8143
    @vipullakhani8143 Před 5 lety +16

    ધન્યવાદ છે આવિ અદભૂત રચયિતા ને

  • @nagrale.bhavesh1862
    @nagrale.bhavesh1862 Před rokem +5

    Gujarati Kavi🎉 I am proud of you Gujarati

  • @diptichaudhari1045
    @diptichaudhari1045 Před 6 lety +9

    Khubaj saras geet 6e..👌👌👌👏👏👏

  • @priyathanki6399
    @priyathanki6399 Před 3 lety +2

    Apna badha j gujrati kalakaro ne koti koti vandan

  • @bharatjoshi5288
    @bharatjoshi5288 Před 4 lety +7

    ગુજરાતી ભાષા નુ ગૌરવવતું ગીત. રમેશ પારેખ નુ ( અમર કવિ નુ) અમર ગીત.

  • @deepalisolanki8448
    @deepalisolanki8448 Před 3 lety +18

    સાંવરિયો રે મારો સાંવરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
    મારા વાલમનું નામ મારું નાણું
    ભરિયા જીવતરને ગુલાલ જેવું ગાણું
    એણે ખાલી ઘડામાં ટહુકો કરીયો
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
    કોઈ પૂછે કે ઘર તારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું
    કોઈ પૂછે કે ઘર તારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું
    આંખ ફારકી ઉજાગર થી રાતી
    જીના ધબકરે ફાટ ફાટ થાતી,
    ચબીલો મરો સાવ ભોળો ને
    સાવ બાવરિયો,
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
    ખોબો માગું ને દઈ દે દરિયો
    સાંવરિયો રે મારો સાંવરિયો

  • @anandpatel2690
    @anandpatel2690 Před 4 lety +42

    એને ખાલી ઘડા માં ટહુકો ભરિયો
    Correction :- એને ખાલી ગળા માં ટહુકો ભરિયો.

  • @sujansinhgohil454
    @sujansinhgohil454 Před 7 měsíci +1

    Gujarati kavi ane lekhak world best chhe jene The Letter jevi Katha lakhi.ane sundaram jeva lekhak ne janm aapyo.

  • @kirtibatavia7181
    @kirtibatavia7181 Před 6 lety +192

    આટલી સુંદર રચના ને નાપસંદ કરનારા ય છે.ઔરંગજેબ હજુ આપણા મા જીવે છે.

  • @harshadraisoni4293
    @harshadraisoni4293 Před rokem +2

    Very nice gujarati poem by kavi shri ramesh parekh

  • @chetanpatel8811
    @chetanpatel8811 Před 8 měsíci +3

    ખુબ સરસ લોક ગીત છે આના થી કોઈ ગુજરાતી લોક ગીત નથી પ્રફુલભાઈ

  • @priyathanki6399
    @priyathanki6399 Před 3 lety +2

    Super. ...

  • @navingirigusai7012
    @navingirigusai7012 Před 4 lety +3

    સુંદર શબ્દ થી લખાયેલ અને સધુર કંઠ થી ગવાયેલ આ રચના અદભુત અને દિલ ને સ્પર્શી જાય છે

  • @hareshfataniya7410
    @hareshfataniya7410 Před rokem +15

    મને ગાવાનો ખૂબ શોખ 6 એથી મેં મારી સ્કૂલ માં 9 માં ધોરણ માં કોમ્પિટિશન માં ગાયું હતું
    બધા ને ખૂબ જ પસંદ આવેલ

  • @uditvinjava6128
    @uditvinjava6128 Před 2 lety +3

    શું રચના છે વાહ રમેશભાઈ અદભુત

  • @sunitapandya2403
    @sunitapandya2403 Před 21 hodinou +2

    Proud of U

  • @mukeshharibhakti6299
    @mukeshharibhakti6299 Před 4 lety +5

    Dil na antar ne pratham prem ma laijay..evu sunder Kavya che aa

  • @dhvanidamor2179
    @dhvanidamor2179 Před 6 lety +18

    હું ગુજરાતી છુ.🤘

  • @devendravora9485
    @devendravora9485 Před rokem +3

    રમેશ પારેખ એક પ્રેમી કવિ હતા શૃંગારિક રચનાઓ માણવાની મજા આવે છે

  • @pareshbhoi7953
    @pareshbhoi7953 Před 3 lety +2

    Nice video 👌👌👌👌

  • @parthpatodiya6140
    @parthpatodiya6140 Před 3 lety +6

    આ ગીત સાંભળી ને જાણે બાળપણ ના એ દિવસો સાંભળી આવે છે......... મોટા ભાગ ના ગીતો રાગ થી સંભાળવા ગમે પણ આ ગીત શબ્દો થી ગમે

  • @bharatchavda4156
    @bharatchavda4156 Před 2 lety +4

    Jetli var sambdiye atli var oshu pade wah

  • @dineshpatel1892
    @dineshpatel1892 Před 4 lety +2

    Very nice

  • @nareshgadhiya
    @nareshgadhiya Před 2 lety +3

    All time hit....વાહ સાંભળીને મન પ્રફુલ્લિત થઈ જાય....

  • @ghoyalrajubhai9325
    @ghoyalrajubhai9325 Před 10 měsíci +2

    અદભુત રચના અને સુંદર અવાજ

  • @hansabenpanchal8088
    @hansabenpanchal8088 Před rokem +5

    Bav saras

  • @harishchandrakoshti4251
    @harishchandrakoshti4251 Před rokem +2

    साँवरिया ही मेरा दरिया दिल है ।वाह परेशजी ।खूब खूब आभार ।

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 Před 2 lety +3

    Jay shree Krishna

  • @hk23hjdfg
    @hk23hjdfg Před rokem +2

    Bov saras geet che

  • @mayajoshi3299
    @mayajoshi3299 Před 3 lety +3

    અદ્ભૂત રચના..

  • @mukeshkumarradhanpura6289
    @mukeshkumarradhanpura6289 Před 7 měsíci +2

    આવા ભજન સાંભળવા મળે અને આવા ભજનો બનતા રહે.... અદભુત રચના અને સુંદર રાગમાં ગવાતા ગીતો, ભજનો બચપણ ની યાદ અપાવે...❤

  • @ghanshyamdudani4229
    @ghanshyamdudani4229 Před rokem +2

    અદભુત શબ્દ રચના અને વાક્ય રચના અને એટલો જ સુંદર મીઠો મધુરો અવાજ આહાહાહા

  • @dineshbalasara5733
    @dineshbalasara5733 Před 11 měsíci +4

    Jay Jay garvi gujrat

  • @km-fe1wc
    @km-fe1wc Před rokem +2

    Excellant..no words...

  • @sagardantani8282
    @sagardantani8282 Před 3 lety +5

    ગર્વ છે ગુજરાતી છુ ગુજરાતી કવિતા અને ગઝલ, કાવ્ય, ગીતો, ભજનો સાભરવાની મજા કંઇ અલગ જ છે.❤️❤️❤️❤️❤️

  • @shantidilip118
    @shantidilip118 Před 4 lety +2

    Keva Saras shabdo chhe...😘...
    Ava geeto thi j to gujarati sangeet dhabke chhe saheb,baki to Hathma vhiski jeva halka geeto a to pathari fervi nakhi chhe..ava hlka gaykone dhikkar chhe..
    I love old song😘😘🥰

  • @shashiinamdar350
    @shashiinamdar350 Před 3 lety +5

    Proud of you Ramesh sir 💐💐

  • @shailavora8360
    @shailavora8360 Před 3 lety +2

    ખૂબ જ સુંદર રચના અને સંગીત અને મધુર કંઠ.

  • @pravinpurigoswami3626
    @pravinpurigoswami3626 Před 5 lety +4

    ખુબજ સુંદર રચના શબ્દો સાથે સરસ ગાયકી.🙏🌷🙏👏ગુજરાત નું ગૌરવ.🌷

  • @harishchandrakoshti4251
    @harishchandrakoshti4251 Před rokem +2

    खुबज साँवरिया माटे एक मेक थ इ जती नवोढा नी सँगीत लहेरी भर्युँ गीतथी हूँ पण तरबोल थयो ।आभार पूर्वक नमन ।

  • @kaushikmadhad7208
    @kaushikmadhad7208 Před 11 měsíci +3

    I proud to be gujrati

  • @sonalbhabhor1877
    @sonalbhabhor1877 Před 4 lety +2

    Mann ne saparshi jay tevi rachna che aa..khbuj SARS sabdo ma varvnyu che....tq sir

  • @jayagadhvi2017
    @jayagadhvi2017 Před 3 lety +3

    Nice

  • @bhavnajogadiya6555
    @bhavnajogadiya6555 Před rokem +1

    Hart taching ek ek sabd atbhut avaj motho

  • @vikasbhattchandaninn4007
    @vikasbhattchandaninn4007 Před 3 lety +3

    Superb

  • @MahipalDabhi-ms7rg
    @MahipalDabhi-ms7rg Před měsícem +1

    Super song My fevret my marriage time song

  • @rajeshparekh6692
    @rajeshparekh6692 Před rokem +4

    જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
    રાજેશ પારેખ.. ચિત્રકાર

  • @pratimazaveri3891
    @pratimazaveri3891 Před 4 dny +1

    Very nice bhajen ❤

  • @d.rparmar6781
    @d.rparmar6781 Před 2 lety +7

    સાંવરિયા માટેના આટલા અપ્રતિમ શબ્દો પારેખ સર ખૂબ સલામ તમને sir

  • @musiclife5904
    @musiclife5904 Před 2 lety +1

    Ramesh bhai parekh ne sat sat naman

  • @atulpandya6926
    @atulpandya6926 Před rokem +3

    Incredible - outstanding poem ...no one can beat this

  • @mrutyunjaypatel1521
    @mrutyunjaypatel1521 Před 6 měsíci +1

    Ramesh parekh is the best poet I am lucky to saw him

  • @pravinalodaya2123
    @pravinalodaya2123 Před 3 lety +19

    Poem written by "Ramesh Parekh " beautiful. No words to appreciate it. Sweet n soulful voice. ❤️❤️❤️

  • @dinkarraimahant7270
    @dinkarraimahant7270 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉

  • @bhavinranpura1645
    @bhavinranpura1645 Před 3 lety +3

    No words for this song.
    Aa geet ma kaiik alagaj feel thay chhe, pachhala janamnu yaad aavtu hoy Avu lage chhe,
    to aana jeva bija koi geet hase jema aa geet jevuj feel thay?

  • @Pravinstudio6276
    @Pravinstudio6276 Před 2 lety +2

    Khub sundar

  • @sapnasolanki470
    @sapnasolanki470 Před 6 lety +19

    ❤I love you raju. 😗maro savriyo pn aavoj che. Khobo mangu ne dayde dariyo 💋💋💋💋💋💋💋

  • @thakormadhavajidmadhavaji8758

    સૂપર

  • @umabaandpadmashrivlogs5119

    બોવ જ સરસ છે વિડીયો 👌👌👌

  • @ketankumarbparmar
    @ketankumarbparmar Před 3 lety +2

    જોરદાર કોમ્બીનેશન
    ગીતના બોલ અવાજ સંગીત
    અદભૂત

  • @Priya_bhojak13
    @Priya_bhojak13 Před 5 lety +16

    Love this song....heart touching

  • @jadavr.d3021
    @jadavr.d3021 Před 11 měsíci +2

    ખૂબ જ પ્રિય ગીત છે

  • @jayendrika
    @jayendrika Před rokem +3

    મને ગર્વ છે મારા ગુજરાતી ગીતકાર , સંગીતકાર અને મારી ગુજરાતી ભાષા પર