હળવદમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા કાલે શનિવારે વિશાળ રેલી : મામલતદારને આવેદન અપાશે

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોની બેઠક મળી : સાધુ-સંતો, અગ્રણીઓ અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ
    હળવદ : હળવદમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા મામલે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોની બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, અગ્રણીઓ અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં કાલે શનિવારે વિશાળ બાઇક રેલી યોજી મામલતદારને આવેદન આપવાનું નક્કી કરાયું છે.
    હળવદ શહેરના ઐતિહાસિક સામંતસર તળાવમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાના અહેવાલો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, વેપારી મહામંડળ, કરણી સેના અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી આગેવાનો તળાવ ખાતે દોડી ગયા હતા અને માછીમારીની જાળો હટાવી અનેક માછલીઓને તળાવમાં મુક્ત કરી પોલીસ અને પાલિકા તંત્રને તળાવ ખાતે બોલાવી આગામી 48 કલાકમાં હળવદ શહેરમાં ધમધમતી માસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ કરાવવા માંગ કરી અન્યથા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
    બીજી તરફ આજે રાત્રે 9:30 કલાકે શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા એક અગત્યની બેઠક પણ રાખવામાં આવી હતી. જેમાં સાધુ- સંતો, અગ્રણીઓ અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિહિપ, બજરંગદળ, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, કરણી સેના સહિતના સંગઠનો દ્વારા નક્કી કર્યા મુજબ આવતીકાલે શનિવારના રોજ લક્ષ્મીનારાયણ ચોકથી વિશાળ બાઇક રેલી યોજવામાં આવશે. જે મામલતદાર કચેરી સુધી નીકળશે. બાદમાં મામલતદારને આવેદન આપવામાં આવશે.

Komentáře • 4

  • @user-eo1gz1ji2y
    @user-eo1gz1ji2y Před 2 dny +5

    बधाने साभणीने ऐवु लागीयु के हणवद मा जंतु नासक दवा पण नो वापरवी जोइये केमके जीव ऐ जीवज कहेवाय नानु होय के मोटु

  • @khintbharatbhai2769
    @khintbharatbhai2769 Před 2 dny

    Wah mehul bhai

  • @qutubuddinhathiyari5829

    ભાઇ મચ્છર પણ નો મરાય

  • @ghoghobajaniya3269
    @ghoghobajaniya3269 Před dnem

    બરોબર છે