ભજન નીચે લખ્યું છે.શ્રાવણ માસમાં અમે સુંદર ભજન લઈ ને આવ્યા છે તો જોશો.શ્રી સખી ભજન મંડળ.હર્ષા પટેલ.

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • શિવજીનું ભજન સુંદર ભકિતમય હોવાથી બધાને ગમે એવું છે.અંત સુધી સાંભળજો.શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    ---------------------------- ભજન--------------------------
    મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે (2)
    મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલની વાતો કરવી છે
    કોઈ કહે એ તો યોગી છે
    કોઈ કહે એ તો જોગી છે
    એવા યોગેશ્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે શિવશંકર ને મળવું છે...........
    મારે ભોળાનાથ ને મળવું છે...........
    જેના માથે ગંગાધારી છે
    એના સાથે પાર્વતી નારી છે
    એવા ગંગેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે શિવશંકર ને મળવું છે..........
    મારે ભોળાનાથ ને મળવું છે...........
    એના ભાલે ચંદ્ર બિરાજે છે
    એના હાથમાં ડાક ને ડમરૂ છે
    એવા ચંદ્રેશ્ર્વરને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે શિવશંકર ને મળવું છે...........
    મારે ભોળાનાથ ને મળવું છે...........
    એના વાઘામ્બર આસન છે
    એને નંદી પર સવારી છે
    એવા ધુશમેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે શિવશંકર ને મળવું છે..........
    મારે ભોળાનાથ ને મળવું છે..........
    એના કંઠે રૂદ્રાક્ષની માળા છે
    એના કંઠે ભોરિંગ કાળા છે
    એવા રૂદ્રેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે શિવશંકર ને મળવું છે...........
    મારે ભોળાનાથ ને મળવું છે...........
    એના અંગે ભસ્મ ચોળી છે
    એના સંગમાં ભૂતની ટોળી છે
    એવા ભસ્મેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
    મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલની વાતો કરવી છે
    ભોલેનાથ કી જય

Komentáře • 44