મહાદેવ આરતી - ૐ હર મહાદેવ - સોમનાથદાદા ની આરતી નર્મદેશ્વર મહાદેવ મંદિર શાહીબાગ

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • DHRUVAM TRIVEDI OFFICIAL CZcams CHANNELS
    MAHADEV AARTI
    LIVE RECORDING AUDIO VIDEO
    NARMADESHWAR MAHADEV MANDIR
    SAHIBAUG AHMEDABAD
    GUJARAT
    અમદાવાદ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ સામે આવેલા નર્મદેશ્વર દાદા નો પાટોત્સવ તા.૧૫.૮.૨૦૨૪ ને ગુરુવારે ઉજવવામાં આવ્યો હતો
    MAHADEV AARTI
    જય દેવ, જય દેવ, જય હરિહરા,
    ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ...ૐ હર હર હર મહાદેવ
    વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા,
    કમળનયન કેશવને, શિવને ત્રિનયના ...ૐ હર હર હર મહાદેવ
    નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી,
    ત્રિપુરારી મુરારી, જય કમળાધારી...ૐ હર હર હર મહાદેવ
    વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે,
    હરિકાળા હર ગોરા, જે તેને ધ્યાને...ૐ હર હર હર મહાદેવ
    રામને ખાંધે ધનુષ્ય, શિવ ખાંધે ઝોળી,
    રામને રીંછને વાનર , શિવજીને ભૂત ટોળી...ૐ હર હર હર મહાદેવ
    ચંદન ચઢે ત્રિકમને, ભોળો ભસ્માંગે,
    રામે હૃદયે રાખ્યા, ઉમિયા અર્ધાંગી...ૐ હર હર હર મહાદેવ
    કૌસ્તુભમણી કેશવને, શિવને રૂંઢમાળા,
    મુક્તાફળ મોહનને, શિવને સર્પકાળા...ૐ હર હર હર મહાદેવ

    કેવડો વ્હાલો કેશવને, શિવને ધંતુરો,
    ત્રિકમને વ્હાલા તુલસી, શિવને બીલીપત્ર...ૐ હર હર હર મહાદેવ
    લક્ષ્મીવર ઉમિયાવર, શંકર શામળિયા,
    હરિવર નટવર સ્વામી, એકાંટે મળીયા...ૐ હર હર હર મહાદેવ
    મોહનને મહાદેવ, ની આરતી જે ગાશે
    હરિહરના ગુણ ગાતા, હરિચરણે જાશો...ૐ હર હર હર મહાદેવ
    એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો,
    ભોળા ભૂધરને ભજતાં, ભોળા શંભુ ને ભજતાં ભવસાગર તરશો... ૐ હર હર હર મહાદેવ
    હરિહરાની આરતી, જે કોઈ ગાશે
    ભણે શિવાનંદ સ્વામી, કૈલાસે જાશે...ૐ હર હર હર મહાદેવ.

Komentáře • 1