CHRISTIAN FUNERAL SONGS

Sdílet
Vložit
  • čas přidán 13. 12. 2022
  • ગુજરાત ના સમગ્ર ક્રિશ્ચિયન સમાજ નું ગૌરવ એવી અમારી બંને દીકરીઓ શીઝા સોલંકી અને રેશા સોલંકી માટે અમો કુટુંબ તરીકે ઈશ્વરપિતા નો હૃદય ના અંતઃકરણ થી ખુબ આભાર માનીયે છીએ .
    ક્રિશ્ચિયન સમાજ માં અત્યાર સુધી તમામ પ્રસંગોચિત ગીતો રજુ થયેલ છે ,પરંતુ દફનવિધિ ને લગતા દિલાસો અને સ્વર્ગીય આશા આપનાર ગીતો ને હજુ સુધી સંગીતબદ્ધ કરેલ નહોતા , અને માટે અમારો આ એક વિચાર એક ઉત્તમ અભિગમ અતુલ્ય લક્ષ્ય માં ફેરવાઈ ગયો , આ માટે અમો આ વિચાર ની પ્રેરણા આપનાર ઈશ્વરપિતા નો ખુબ આભાર માનીયે છીએ .
    આ સાથે આ ગીતો રજુ કરતા અમો હર્ષ ની લાગણી અનુભવીએ છીએ , કેમકે દીકરી શીઝા છેલ્લા કેટલાક વર્ષો થી સંગીત ક્ષેત્રે ( સુગમ ,વોકલ ) માં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ,તેણે રાજ્યકક્ષા સુધી અને આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી ઈશ્વરપિતા એ તેને આપેલા તાલંત થી ઈશ્વર નો મહિમા અને સમાજ નું ગૌરવ વધાર્યું છે .સાથે નાની દીકરી રેશા પણ કલાક્ષેત્રે અને સંગીત માં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે , ફકત ઈશ્વર નો આભાર ....✝️🙏
    આ ગીતો તેમના કંઠ દ્વારા ગવાયેલ છે , અને આ સર્વ બાબત માટે અમો કુટુંબ તરીકે અમને તમામ બાબત માં સહકાર આપનાર સૌ પ્રથમ (જી .ટી .બી .એસ અમદાવાદ ) અને તેના તમામ હોદેદ્દારો ..પ્રમુખ રેવ દેવાંશુ ઓઝા સાહેબ ,સેક્રેટરી શ્રી આશિષ માર્ટિન , ટ્રેઝરર શ્રી અજય ક્રિશ્ચિયન સાથે સી ડી વિમોચન માટે માનનીય બિશપ ઓફ ગુજરાત ડાયોસીસ(સી એન આઇ ) રાઈટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબ , ડી એસ રેવ અર્નેસ્ટ ક્રિશ્ચિયન સાહેબ (ડી એસ આણંદ ડિસ્ટ્રિક્ટ) , રેવ બિપિન પરમાર સાહેબ ,અને તમામ દાનવીરો , કુટુંબીજનો , મિત્રો , તમામ સંગીતકારો અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ નો હૃદય ના અંતઃકરણ થી આભાર માનિયે છીએ ....આ ગીતો નો મુખ્ય હેતુ ફકત ઈશ્વરપિતા નો મહિમા થાય અને સમાજ ની સેવા થાય સાથે તમામ ગીતો કોઈપણ જગ્યા એ વગાડી વધુ પ્રચલિત થાય તે માત્ર છે ,ઈશ્વરપિતા તેના મહિમા માં આ કાર્ય ને ખુબ આશીર્વાદિત કરે એજ પ્રાર્થના સહ શુભેચ્છાઓ .. ઇમુ સોલંકી તથા પરિવાર ....
    FOR BETTER SOUND QUALITY PLEASE USE EARPHONE OR HEADPHONE

Komentáře • 20